ખેડા : કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં પડખું ચિરાયું, 32 મુસાફરોને ઇજા

અમદાવાદ - ઈન્દોર હાઇવે પર આવેલાં કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં બસમાં સવાર 32 જેટલા મુસાફરોને ઇજા પહોંચી

ખેડા : કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં પડખું ચિરાયું, 32 મુસાફરોને ઇજા
New Update

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમનું સુત્ર છે સલામત સવારી, એસટી હમારી... પણ અમદાવાદ - ઈન્દોર હાઇવે પર આવેલાં કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં બસમાં સવાર 32 જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તો પૈકી બે મુસાફરોની હાલત ગંભીર ગણાવાય રહી છે.

લોકડાઉન બાદ રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધતાની સાથે અકસ્માતના બનાવોનો ગ્રાફ પણ ઉંચો જઇ રહયો છે. શનિવારે વહેલી સવારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પરના કઠલાલ પાસે અકસ્માત થયો છે. બસમાં બેઠેલા આશરે 32 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જે પૈકી એક મહિલા અને બસના કંડકટરની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યાં છે. એસટી બસ જામનગરથી ઝાલોદ જઇ રહી હતી. બસના ડ્રાયવરને આગળ ઉભેલી ટ્રક નહિ દેખાતાં બસનો એક ભાગ આખો ચિરાય ગયો હતો. અકસ્માત થયો તે સમયે એસટી બસમાં 40થી વધારે મુસાફરો મુસાફરી કરી રહયાં હતાં.

#Connect Gujarat #bus accident #accident news #Kheda #GSRTC #Bus Accident News #ST Bus Accident #Kheda Accident #Kathlal #Indore Highway
Here are a few more articles:
Read the Next Article