ખેડા : ડાકોરના ગોમતી તળાવની અવદશા, જાગૃત યુવાનોએ શરૂ કરી સાફ સફાઈ...

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા પવિત્ર ગોમતી તળાવના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ હાલની સ્થિતિ એની એ જ છે.

New Update
ખેડા : ડાકોરના ગોમતી તળાવની અવદશા, જાગૃત યુવાનોએ શરૂ કરી સાફ સફાઈ...

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા પવિત્ર ગોમતી તળાવના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ હાલની સ્થિતિ એની એ જ છે. પવિત્ર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. જોકે, તંત્ર દ્વારા અવારનવાર સ્વચ્છતા અભિયાનના દાવા બાદ પણ અહીં ગંદકી જોવા મળવી સામાન્ય બની છે. વર્ષોથી જંગલી વનસ્પતિના સામ્રાજ્યનો સામનો કરતાં ગોમતી તળાવને સ્વચ્છ કરવાનું ડાકોરના સ્થાનિક જાગૃત યુવાનોએ બીડું ઝડપ્યું છે. દરરોજ અહીના 15 જેટલા યુવાનો દ્વારા પોતાના નિત્ય કાર્યમાં ડાકોરના પૌરાણિક અને આદ્યાત્મિક ધરોહરનું મૂલ્ય સમજી ગોમતી તળાવને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું છે. છેલ્લા 15 વર્ષથી સ્થાનિકો દ્વારા તંત્ર અને પાલિકાને અવારનવાર લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી, ત્યારે ડાકોરના અન્ય યુવાનો પણ આ ભગીરથ કાર્યમાં જોડાય ગંગા સમાન ડાકોરના ગોમતી તળાવને સ્વચ્છ કરવામાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે.

Latest Stories