ખેડા : કલેક્ટર કચેરી ખાતે આંગણવાડિના બાળકો માટે ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આંગણવાડિના ૩-૬ વર્ષના બાળકોને રાજ્ય કક્ષાનો ગણવેશ વિતરણનો કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો, ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંગણવાડિના બાળકોને મહનુભાવોના હસ્તે ગણવેશ વિતરણ કરવામાં આવ્યો હતો.
સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા પુરક પોષણ, રસીકરણ સંદર્ભ, સેવા આરોગ્ય તપાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આરોગ્ય શિક્ષણ જેવી મહત્વની સેવાઓ પુરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આંગણવાડિના માધ્યમથી સ્કીમ ફોર અડોલેશન ગર્લ્સ (એસએજી), પૂર્ણા યોજના વિગેરે યોજનાઓ અમલમાં મૂકી ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને લાભ આપવામાં આવે છે, ત્યારે ખેડા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઇસીડિએસ)માં કુલ ૧૫ ઘટકમાં કુલ ૭૯ સેજા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.
આ સેજાઓમાં કુલ-૧૯૭૯ આંગણવાડિ કેન્દ્રો હાલમાં કાર્યરત છે. મુખ્યમંત્રીના વરદ હસ્તે આંગણવાડિ કેન્દ્રોના ૩-૬ વર્ષના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો હતો. નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ નયના પટેલના વરદ હસ્તે બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાના ગણવેશ વિતરણ કાર્યક્રમમાં જિલ્લાના ૩થી ૬ વર્ષના બાળકોને ખેડા જિલ્લાની તમામ આંગણવાડિના બાળકો માટે કુલ ૫૬,૯૪૮થી વધુ ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં આવેલ કુલ ૧૯૭૯ આંગણવાડિ કેન્દ્રોમાં માહે મે-૨૦૨૧માં ૦થી ૬ વર્ષના કુલ ૧,૮૦,૪૫૩ બાળકો નોંધાયેલા છે. સગર્ભા માતાઓ કુલ ૧૬,૧૮૧ અને ધાત્રી માતાઓ કુલ ૧૪,૨૧૧ નોંધાયેલ છે. તેમજ કિશોરીઓ ૪૯,૯૮૧ નોંધાયેલ છે.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, ખેડા જિલ્લા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓના ચેરમેન જશોદાવાઘેલા, આઇસીડિએસના અધિકારી આશા બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થી બાળકો તેમની માતાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT