Connect Gujarat
ગુજરાત

ખેડા : શાસન પ્રણાલીમાં સમાજ શ્રેષ્ઠીઓનું યોગદાન, ઉત્તરસંડા ગામની થશે કાયાપલટ

ખેડા : શાસન પ્રણાલીમાં સમાજ શ્રેષ્ઠીઓનું યોગદાન, ઉત્તરસંડા ગામની થશે કાયાપલટ
X

સનરાઇઝ ઉત્તરસંડાના ઉપક્રમે સનરાઇઝ ઉત્તરસંડા દ્વારા પૂ. સુરજબા સરોવર (જુનું ગોયા તળાવ) તથા વેરા તળાવના બ્યુટીફીકેશન, આર્યન અર્જુન સહાના ચિલ્ડ્રન પાર્ક, સીનીયર સીટીઝન પાર્ક અને ઉત્તરસંડાના બંને બસ સ્ટેન્ડના આધુનિકરણ, પુસ્તકાલયનું નવીનીકરણ અને ખાતમુહૂર્ત ગુજરાતના અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહેશે તેમ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલએ જણાવ્યું હતું.

ખેડા જિલ્લાના ઉત્તરસંડા મુકામે યોજાયેલા કાર્યક્રમમા જનમેદનીને સંબોધતા અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, ગામના વિકાસ માટે જાગૃત્તિ છે, અને આવું સુંદર આયોજન કર્યુ છે તેમાં ગામ લોકોએ ઉમળકાભેર ભાગ લીધો છે તેજ બતાવે છે કે, ગામજનોમાં વિકાસની ભુખ છે. પહેલાના સમયમાં નદી-તળાવના કિનારે ગામો વસતા હતા, જ્યારે આજે ગામોમાં તળાવોને અલંકૃત કરી તળાવોનું મહત્વ સમજાયું છે. અનેક તળાવો ડેવલોપ કરવા તેના માટે ખૂબ દાન આપવું અને વતનમાં ઉદ્યોગોના વિકાસ માટે મુંબઇના પૂર્વ શેરીફ અને આ ગામના પનોતા પુત્ર ડો. મોહન પટેલને હું વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન આપુ છું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના વિકાસ માટે સતત કાર્યશીલ છે અને તેઓના મતે વિકાસની વ્યાખ્યા વિશાળ છે. ગામના રહેવાસીઓને શુધ્ધ હવા, પાણી, શિક્ષણ, આરોગ્ય અને ગામમાં જ આર્થિક ઉપાજન કરી શકે તે છે. લોકોને આજીવિકા માટે અવરજવરનો ખર્ચ અને સમય બચે તે માટે ગામડાઓના વિકાસ ઉપર તેઓ ભાર મૂકે છે. દેશના નાગરિકોમાં વડાપ્રધાનએ વિકાસની ભૂખ જગાવી છે. દેશના નાગરિકોને વિશ્વાસ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ દેશનો વિકાસ કરશે. આ માટે તેઓ સરકારની સાથે વિકાસમાં ભાગીદાર થવા પીપીપી મોડને પણ અમલમાં મૂક્યો છે. આપણી સરકારે વતન પ્રેમીઓને જન્મભૂમિ-માતૃભૂમિનું ઋણ ચુકવવાની ઉત્તમ તક આપવા જન હિતના વિકાસ કાર્યોમાં, જનભાગીદારીના સૌથી મોટા અભિયાન તરીકે "માદરે વતન યોજના" અમલમાં મૂકવામાં આવી છે. ઉત્તરસંડા ગામના વિકાસ માટે અંદાજે રૂા.૨.૫ કરોડ જેટલી રકમ ફક્ત એક જ દાતાઓ દ્વારા મળેલ છે. તેમાં ૪૦ ટકા જેટલી રકમ સરકાર દ્વારા ઉમેરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.


Next Story