ખેડા : નડિયાદની નોલેજ હાઇસ્કુલ બહાર હિન્દુ સંગઠનોએ "રામધૂન" બોલાવી, જાણો શું છે સમગ્ર મામલો..!

નડિયાદ શહેરની નોલેજ હાઇસ્કુલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના વિવાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

New Update
ખેડા : નડિયાદની નોલેજ હાઇસ્કુલ બહાર હિન્દુ સંગઠનોએ "રામધૂન" બોલાવી, જાણો શું છે સમગ્ર મામલો..!

ખેડા જિલ્લાના નડિયાદ શહેરની નોલેજ હાઇસ્કુલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના વિવાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શાળા પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

નડિયાદની નોલેજ સ્કૂલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે સ્કૂલના સંચાલકો દ્વારા એક અલાયદો રૂમ આપવામાં આવ્યો હોવાની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, ત્યારે આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા શાળા બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનોએ ધરણા પ્રદર્શન સાથે રામધૂન અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. ત્યારબાદ આ મામલે શાળાના સંચાલકને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

નોલેજ હાઈસ્કુલના સંચાલકે મીડિયા સમક્ષ ખુલાસો આપતા જણાવ્યુ હતું કે, અમારા દ્વારા ભૂતકાળમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વિવાદ થવાના કારણે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ સ્કૂલ કેમ્પસમાં ચાલતી નથી. જોકે, આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે શાળા પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

Latest Stories