Connect Gujarat
ગુજરાત

ખેડા : વેક્સિન લીધેલ વેપારીઓએ તે બાબતનું પ્રમાણપત્ર ધંધાના સ્થળે ફરજીયાત રાખવું, હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

નોવેલ કોરોના વાયરસ કે, જેને who દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.

ખેડા : વેક્સિન લીધેલ વેપારીઓએ તે બાબતનું પ્રમાણપત્ર ધંધાના સ્થળે ફરજીયાત રાખવું, હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી
X

નોવેલ કોરોના વાયરસ કે, જેને who દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજ્યમાં પ્રતિદિન કોરોના વાયરસની પરિસ્થિતીને ધ્યાને લેતા કોરોના વાયરસથી થતી સંક્રમણની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર રાજ્યમાં ધ ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ રેગ્યુલેશન-2020 લાગુ કરવામાં આવેલ તેમજ વખતોવખત માર્ગદર્શિકાઓ તેમજ સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

કે.એલ બચાણી, આઇ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા-નડીયાદ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 તથા ધી ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ રેગ્યુલેશન 2020માં મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, સમગ્ર ખેડા જિલ્લા વિસ્તારમાં નીચે મુજબના વ્યક્તિઓએ કે, જેઓએ વેક્સિન લીધેલ ન હોય તેમને કોવિડ નેગેટીવ હોવા બાબતનો 10 દિવસથી વધુ સમયનો ન હોય તેનો રિપોર્ટ અને જેઓએ વેક્સિન લીધેલ હોય તેઓએ તે બાબતનું પ્રમાણપત્ર ધંધાના સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. શાકભાજી છુટક, જથ્થાબંધ વિક્રેતા, હોટેલ, રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ, ખાણીપીણીની લારી ગલ્લાવાળા, રીક્ષા-ટેક્સી-કેબવાળા ભાડે ફરતા વાહનોના ડ્રાઇવર ક્લીનર, પાનના ગલ્લાવાળા, ચાની કીટલી, દુકાન, હેરસલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા ઇસમો, ખાનગી સીક્યુરીટી એજન્સીના ગાર્ડસ તથા સ્ટાફ, સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે, સુથાર, લુહાર, ઇલેક્ટ્રીશિયન, પ્લમ્બર, ટેક્નિશિયનો વગેરે. શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પલેક્ષમાં વેચાણ વિતરણ કરતા ઇસમો. જેનો સમયગાળો તા. 21-06-2021થી 20-07-2021થી (બન્ને દિવસો સુધ્ધાંત) કોવિડ-19 અંતર્ગત રસીનો ડોઝ લીધો હશે તે ઇસમને લાગુ પડશે નહી. રસીકરણ બદલનું પ્રમાણપત્ર અધિક્રુત અધિકારી તરફથી માંગ્યેથી રજુ કરવાનું રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૫૧થી ૬૦ તેમજ ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮, ધી એપેડેમિક ડીસીસ એક્ટ-૧૮૯૭, ધી ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ની જોગવાઇઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી-કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકુત કરવામાં આવ્યા છે.

Next Story