અંકલેશ્વર: વાપીથી નડિયાદ સુધીના JCI ઝોન 8ના પ્રમુખ તરીકે કિંજલ શાહની વરણી

સુરત મુકામે તારીખ 19 અને 20 ઓક્ટોબરના યોજાયેલ જેસીઆઈ જોન-8ની બે દિવસીય ઝનકાર ઝોન કોન્ફરન્સમાં જેસીઆઈ અંકલેશ્વરના જેસી કિંજલ શાહ ઝોન પ્રમુખ તરીકે  ઇલેક્ટ

a
New Update

સુરત મુકામે તારીખ 19 અને 20 ઓક્ટોબરના યોજાયેલ જેસીઆઈ જોન-8ની બે દિવસીય ઝનકાર ઝોન કોન્ફરન્સમાં જેસીઆઈ અંકલેશ્વરના જેસી કિંજલ શાહ ઝોન પ્રમુખ તરીકે  ઇલેક્ટ થયા હતા તેઓ બિનહરિફ ચુંટાઈ આવ્યા છે.

વાપી થી લઈને નડિયાદ સુધી તથા લુણાવાડાથી લઈને બારડોલી સુધી ફેલાયેલા સમગ્ર વિસ્તારમાંથી અલગ અલગ મેમ્બર સુરત ખાતે ઝોન કોન્ફરન્સમા આવ્યા હતા.આ કોન્ફરન્સમાં જેસી કિંજલ શાહને ગુજરાત લેવલ પર ઝોન પ્રમુખ બનાવવામાં આવ્યા છે.સાથે સાથે ચાર ઝોન વાઇસ પ્રેસિડેન્ટ પણ ઇલેક્ટ કરવામાં આવ્યા હતા.જેસીઆઈ ઝોન-8 લગભગ 2000 સભ્યો સંખ્યા ધરાવતું ગુજરાતનું સૌથી મોટું ઝોન છે.જેસીઆઈ ઝોન આઠમાં સામાજિક કાર્ય, શૈક્ષણિક કાર્ય તથા સરકારી તંત્રને સાથે રાખી પ્રોજેક્ટ કરવામાં આવશે એવો આશાવાદ હોદ્દેદારોએ વ્યક્ત કર્યો હતો
#CGNews #Ankleshwar #President #JCI #Ankleshwar JCI
Here are a few more articles:
Read the Next Article