New Update
કચ્છના ગાંધીધામમાં અન્યોના બેંક ખાતાઓ ખોલાવી તે કમીશનમાં આપીને તેમાં ગેરરીતીથી એકત્ર કરેલી ધનરાશી રાખવાના કેસમાં પુર્વ કચ્છ ક્રાઈમ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કરછના ગાંધીધામમાં આઈટી એક્ટ હેઠળ આરોપી નરેંદ્ર કિશનભાઈ રાજપુત સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીએ પોતાના મીત્રનું બે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં 9 કરોડથી વધુની રકમ જમા કરાવી હતી. આ કેસમાં ગાંધીધામના 18 લોકો પાસે તથા મોડાસા અને અમદાવદના 5 માણસો પાસે નવું સિમ કાર્ડ લેવડાવી કુલ 23 એકાઉન્ટ ખોલાવડાવીને અમદાવાદ રહેતા પ્રમોદકુમાર ઉર્ફે આષિશ જાંગીર નામના વ્યક્તિને આપતો.
આ આષિશ મુળ ગાંધીધામનો રહેવાસી અને હાલે અમદાવાદ રહેતી હસ્મિતા મનોજભાઈ ઠક્કર અને આદિપુરના રાજ દિપકભાઈ ધનવાણીને આપતા હતા. જેમાં અલગ અલગ ખાતાઓમાંથી આશરે 12,24,27,107 ની માતબર રકમ જમા થઈ હતી. જે અંગે અલગ અલગ રાજ્યોમાંથી સાત ફરિયાદ થઈ હતી. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે આરોપી નરેંદ્ર ઉર્ફે હિતેશ કિશનભાઈ રાજપુત, પ્રમોદકુમાર ઉર્ફે આશિષ મહેશકુમાર જાંગીરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહીમાં પોલીસે ચાર મોબાઈલ, એક લેપટોપ, 18 એકાઉન્ટ, 8 પાસબુક, 4 સીમ જપ્ત કર્યા હતા અને 12 કરોડથી વધુની રકમ બેંકમાં ફ્રીઝ કરાવી હતી.
Latest Stories