કચ્છ : કંઢેરાઈ ગામે 540 ફૂટ ઊંડા બોરવેલમાં 18 વર્ષીય યુવતી સરકી ગઈ, તંત્ર સહિત NDRFની ટીમે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું...

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં વહેલી સવારે 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

New Update
Advertisment
  • ભુજ તાલુકાના કંઢેરાઈ ગામની ચકચારી ઘટના

  • 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી

  • બનાવના પગલે તંત્ર સહિત NDRFની ટીમે દોડી

  • યુવતીનું રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

  • ઓક્સિજન-કેમેરા બોરવેલમાં ઉતારવામાં આવ્યા

Advertisment

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં વહેલી સવારે 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. તો બીજી તરફબનાવની જાણ થતાં જ વહીવટી તંત્ર સહિત NDRFની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.

કચ્છ જિલ્લાના ભુજથી 25 કિલોમીટર દૂર આવેલ અંતરિયાળ એવા કંઢેરાઈ ગામની વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષીય પુત્રી ઈન્દિરા મીણા વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં વાડીમાં રહેલા 540 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ હતીત્યારે યુવતીની બચાવો... બચાવો...ની બૂમો સાંભળી તેનો પરિવાર અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં પ્રથમ બચાવકાર્ય કર્યા બાદ સફળતા ન મળતા સવારના 9 વાગ્યાના અરસામાં તંત્રને જાણ કરવામાં આવી હતી. પરિજનોના કહેવા મુજબયુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતોપરંતુ અમુક કલાકો બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. જોકેયુવતી બોરવેલમાં પડી જતાં સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

તો બીજી તરફબનાવની જાણ થતાં જ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાવહીવટી તંત્રના અધિયકરીઓજિલ્લા પોલીસ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતીજ્યાં યુવતીના બચાવકાર્ય માટે ભુજ ફાયર વિભાગની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ પણ કામે લાગી હતી. યુવતીના બચાવ માટે પાઇપલાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવામાં આવ્યા હતા. આ સાથે જ યુવતીના બચાવ માટે NDRFની ટીમને પણ બોલાવવામાં આવી છે. ઘટનાની જેમ જાણ થઈ રહી છેતેમ આસપાસના લોકો એકઠા થઇ રહ્યા છેત્યારે ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ન પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાના પગલે યુવતી હેમખેમ બહાર આવે તેવી લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

Latest Stories