Connect Gujarat
ગુજરાત

કચ્છ : અંજારમાં જેસલતોરલ સમાધિના વિકાસ અર્થે રાજ્યમંત્રીએ કરી સ્થળ મુલાકાત

કચ્છ : અંજારમાં જેસલતોરલ સમાધિના વિકાસ અર્થે રાજ્યમંત્રીએ કરી સ્થળ મુલાકાત
X

કચ્છ જિલ્લાના અંજાર સ્થિત વીર બાળભૂમિ સ્મારક અને જેસલ-તોરલ સમાધિના વિકાસ બાબતે રાજ્યમંત્રી વાસણ આહિરે સ્થળ મુલાકાત યોજી સમીક્ષા કરી હતી.

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણ આહિરે અંજાર ખાતે રૂ. ૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વીર બાળભૂમિ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત કરી હતી. આ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ સાથે સાથે રાજ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને નવેમ્બર ૨૦૨૧ સુધી પૂર્ણ કરવા સબંધિત એજન્સી અને સરકારી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

રાજ્યમંત્રી વાસણ આહિરે અંજારના ધાર્મિક સ્થળ જેસલ-તોરલ સમાધિ મંદિરના ફેસ-૨ના પ્રવાસન સ્થળની વિકાસ કામગીરી માટે હયાત દુકાનોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ એ.એ.ઝાલા અને મામલતદાર અફઝલ મંડોરી, નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને સૂચના આપી હતી. તેમજ કામગીરી થાય ત્યાં સુધી દુકાનદારોને અન્યત્ર રોજગારી ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. રૂ. ૨.૭૬ કરોડના ખર્ચે થનારા ફેસ-૨ના વિકાસ કામોમાં ૫૩ દુકાનો, ગેસ્ટ હાઉસ તેમજ અન્ય કામો ઝડપથી શરૂ કરવા રાજ્યમંત્રી વાસણ આહિરે માર્ગ અને મકાન વિભાગ અંજારના અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.

Next Story