કચ્છ : મસ્કાના શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌમાતાના આરોગ્ય માટે સામૂહિક મહાઆરતી સાથે ધૂન યોજાય

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌમાતા માટે સામૂહિક મહાઆરતી સાથે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌમાતા માટે સામૂહિક મહાઆરતી સાથે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ રાજ્યભરમાં વકરી રહેલા લમ્પી વાયરસના કારણે અનેક ગાયના મોત થયા છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમ્યના શ્રી એકાદશ મહાદેવ મંદિરે ગૌમાતાની સુખાકારી માટે અને ગાય માતાનો દુઃખ દર્દ પીડા-રોગને ભગવાન ભોળાનાથ દૂર કરે તે માટે સામૂહિક મહાઆરતી સાથે ધૂન-પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ધર તિરંગા સાથે દેશભક્તિના ગીતો પણ ગાવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકો, યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

Latest Stories