Connect Gujarat
ગુજરાત

કરછ: ભુજ ખાતે સી.એમ.ની ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિવસની ઉજવણી, કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, ભુજ ખાતે યોજાયો કિસાન સન્માન કાર્યક્રમ.

X

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે રાજયકક્ષાનો કિસાન સન્માન દિવસ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે ખેડૂતોને દિવસે વીજળી આપવાના પ્રકલ્પ કિસાન સૂર્યોદય યોજનાને પણ ખુલ્લી મુકવામાં આવી હતી.

રૂપાણી સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે વિવિધ પ્રજાહિત-લોક સેવા અને સન્માનના કાર્યક્રમોના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે આર.ડી.વરસાણી હાઈસ્કૂલમાં કિસાન સન્માન દિવસનો રાજયકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કિસાનોનું સન્માનરૂપે કૃષિલક્ષી યોજનાઓના લાભો સહાય અને સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,છેલ્લાં પાંચ વર્ષમાં અમારી સરકારે 5.30 લાખ કૃષિ વીજ કનેક્શન આપ્યા છે.આજે અમે કિસાન સૂર્યોદય યોજના લાવ્યા છીએ.

જેમાં દિવસની વીજળીનો દિવસે જ ઉપયોગ થશે.છેલ્લાં 5 વર્ષમાં નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ કર્યું છે અને કચ્છમાં પાણી પહોંચતું કર્યું છે કચ્છને વધારાના 1 મિલિયન એકરફિટ પાણી આપવાની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવશે.પાણી વગરનું કચ્છ નહીં પરંતુ હવે પાણીદાર કચ્છ બનાવશું.કચ્છમાં ખેડૂતોની જમીનમાંથી વિજવાયર પસાર કરવા સહિતના મુદ્દે વળતર ચૂકવવામાં ધરતીપુત્રોને અન્યાય થઈ રહ્યો છે જે મુદ્દે મુખ્યમંત્રીએ કિસાનોને હૈયાધારણા આપતા કહ્યું કે,જમીન સંપાદન સહિતના મુદાઓ પર અન્યાય ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે આ માટે તંત્રને સૂચના આપી દેવાઈ છે.

Next Story