કચ્છ : ઘાસચારા વિના પશુઓ નથી આપતાં દુધ, કૈયારીના માલધારીઓ મુશ્કેલીમાં

કચ્છનાં સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓની હાલત કફોડી બની ગઈ છે.

કચ્છ : ઘાસચારા વિના પશુઓ નથી આપતાં દુધ, કૈયારીના માલધારીઓ મુશ્કેલીમાં
New Update

કચ્છનાં સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓની હાલત કફોડી બની ગઈ છે. અને તેનું કારણ છે વેરાન જગ્યા પર ઉગી નીકળેલા બાવળિયાઓ....

કચ્છનાં સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓની હાલત કફોડી બની ગઈ છે. સીમાવર્તી વિસ્તારમાં રહી પશુધનને સાચવતા આ પરિવારો જીવનનિર્વાહ પણ ચલાવી શકતા નથી કારણકે પશુઓને ચરવા માટે ચારો જોઈએ છે પરંતુ આ વિસ્તારમાં આવતી ગૌચર જમીનોમાં એટલી હદે બાવળિયા ઊગી ગયા છે કે પશુઓ ચરિયાણ માટે જઇ શકતા નથી. પુરતો ખોરાક નહિ મળવાથી પશુઓ દુધ ઓછુ આપે છે તેમજ દુધની ગુણવત્તા પણ જળવાતી નથી. આવા દુધના પૂરતા ભાવો ન મળતા હોવાથી પશુના ખાણ દાણ અને ચારાનો ખર્ચો પણ નીકળતો ન હોવાનું માલધારીઓ જણાવી રહયાં છે. કૈયારીમાં રહેતા માલધારીઓ પશુઓને કઈ રીતે સાચવવા તેની ચિંતામાં ગરકાવ થઇ ગયાં છે. જો દુધના પૂરતા ભાવો મળી જાય તો પણ પશુઓ સચવાઈ જાય તેમ છે તેથી આ મુદ્દે ઘટતું કરવામાં આવે તેવી માંગણી તેઓ સરકાર પાસે કરી રહયાં છે.

#Connect Gujarat #BeyondJustNews #Kutch #milk #trouble #cattle #Cattle Breeders #GovermentofGujarat #fodder #SdmLukhtar #AnimalFood
Here are a few more articles:
Read the Next Article