Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજ ખાતે આયોજિત CMના કાર્યક્રમ દરમ્યાન ચીફ ઓફિસર ઊંઘતા ઝડપાયા,સસ્પેન્ડનો કરાયો હુકમ

મુખ્યમંત્રીએ ભુજમાં ગઈકાલે 14000 ભૂકંપગ્રસ્તોને સનદનું વિતરણ કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક તરફ પોતાનું પ્રવચન કરી રહ્યા હતા

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભુજ ખાતે આવેલા ટાઉનહોલમાં સનદ વિતરણ કાર્યક્રમમાં આવ્યા હતા આ દરમ્યાન ચીફ ઓફિસર ઊંઘતા ઝડપાયા હતા ત્યારે સરકારે તેમની સામે બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડનો હુકમ કર્યો છે

મુખ્યમંત્રીએ ભુજમાં ગઈકાલે 14000 ભૂકંપગ્રસ્તોને સનદનું વિતરણ કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક તરફ પોતાનું પ્રવચન કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા જોવા મળ્યા હતા જેને લઈને અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા હતા. લોકોના જણાવ્યા પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી છેક ગાંધીનગરથી ભુજ ખાતે સનદ વિતરણ કરવા માટે આવ્યા હતા અને વિકાસની વાતો કરી રહ્યા હતા.આ સમયે જ ચીફ ઓફિસર ઉઘતા ઝડપાતા ભુજનો વિકાસ કઈ રીતે થશે તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું.સોશિયલ મીડિયામાં પણ જીગર પટેલનો વિડીયો વાયરલ થયો હતો.આ બેદરકારી બદલ રાજ્ય સરકારના નાયબ સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે

Next Story