કચ્છ : બ્રેઇન ડેડ વૃદ્ધાના અંગોનું દાન કરવા પરિવારનો નિર્ણય, અંગોના પ્રત્યારોપણથી 3 દર્દીને મળશે નવું જીવન...

કે.કે.પટેલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ વૃદ્ધા બ્રેઇન ડેડ જાહેર થતાં પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અંગોના પ્રત્યારોપણ થકી જરૂરિયાતમંદ 3 દર્દીઓને નવજીવન મળશે.

New Update
  • હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ મહિલાને બ્રેઇન ડેડ જાહેર કરાય

  • બ્રેઈન ડેડ મહિલાના અંગદાનની પરિવારને માહિતી અપાય

  • પરિવાર સહમત થતાં બ્રેઈન ડેડ વૃદ્ધાના અંગોનું દાન કરાયું

  • અંગોના પ્રત્યારોપણથી જરૂરિયાતમંદ 3 દર્દીને નવજીવન મળશે

  • વધુ લોકો આવા મહાન કાર્ય માટે આગળ આવે તેવી અપીલ 

કચ્છ જિલ્લાના ભુજ શહેરની કે.કે.પટેલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ વૃદ્ધા બ્રેઇન ડેડ જાહેર થતાં પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અંગોના પ્રત્યારોપણ થકી જરૂરિયાતમંદ 3 દર્દીઓને નવજીવન મળશે.

કચ્છ જિલ્લાના દેસલપર-કંઠી ગામના હંસાબેન મગનભાઈ મહેશ્વરી અકસ્માત બાદ ભુજ શહેરની કે.કે.પટેલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતાજ્યાં સારવાર દરમ્યાન તબીબે તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હત. જોકેવૃદ્ધાના જીવન અને મૃત્યુ વચ્ચે તેમના પરિવારે અત્યંત મક્કમ અને માનવતાપૂર્વક નિર્ણય લીધો હતો.

જેમાં હંસાબેન મહેશ્વરીના અંગોને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને દાનમાં આપવા સંમત્તિ દર્શાવી હતી. હંસાબેનના 3 અંગો અંગદાન રૂપે કાર્યરત ટીમ દ્વારા સફળતાપૂર્વક વિમુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અંગોને અમદાવાદમાં જરૂરિયાતમંદ 3 દર્દીઓને પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા.

આ એક નિર્ણય માત્ર 3 લોકોને નવજીવન આપનાર નહીં. પરંતુ સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને અસંખ્ય પરિવારોએ આવી જ પરિસ્થિતિમાં સકારાત્મક વલણ અપનાવી પ્રેરણા આપનાર બન્યો છે. તો બીજી તરફભવિષ્યમાં વધુ લોકો આવા મહાન કાર્ય માટે આગળ આવે તેવી આશા સાથે હોસ્પિટલ ખાતે હંસાબેનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Latest Stories