કચ્છ: કંડલાની ઈમામી એગ્રો ટેક કંપનીમાં ટાંકીમાં સાફ સફાઈ દરમિયાન ગેસ લાગતા પાંચ શ્રમિકોએ જીવ ગુમાવ્યા

કચ્છ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં અંદર સફાઈ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગેસ ગળતરના લીધે મોત થયા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update

કંડલામાં કંપનીમાં વેસ્ટ ટાંકીમાં સર્જાઈ દુર્ઘટના 

કેમિકલ ટાંકી સાફ કરવા ઉતર્યા હતા શ્રમિકો 

વેસ્ટ ટાંકીમાં સાફ સફાઈ દરમિયાન પાંચ શ્રમિકોના મોત

કંપની દ્વારા 10 લાખના વળતરની કરાય જાહેરાત 

પોલીસ દ્વારા શરૂ કરાઇ તપાસ  

કચ્છ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં અંદર સફાઈ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગેસ ગળતરના લીધે મોત થયા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.
કચ્છ કંડલા સ્થિત ઈમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાય હતી.વેસ્ટ ટાંકીમાં પાંચ શ્રમિકો સિદ્ધાર્થ તિવારી,અજમત ખાન,આશિષ ગુપ્તા,આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકીમાં સફાઈ અર્થે ઉતર્યા હતા,અને ટાંકીમાં ગેસ ગળતર થતા ગૂંગળાઈ જવાથી પાંચ શ્રમિકો કરૂણ મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી.બનાવ અંગેની જાણ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગને કરવામાં આવતા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર બનાવમાં કંપની દ્વારા દરેક મૃતક શ્રમિકના પરિવારને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ બનાવમાં હતભાગીઓના મૃતદેહોને વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ સેફટી મુદ્દે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
Latest Stories