Connect Gujarat
ગુજરાત

કચ્છ : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતીમાં ભુજની કે.કે. સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું લોકાર્પણ

કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પીટલનું લોકાર્પણ ભુજ ખાતે કે.કે. સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું લોકાર્પણ

X

કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું લોકાર્પણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતીમાં યોજાયો હતો.

ભુજ ખાતે કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તમામ લોકો સાથે છે, લોકોના આરોગ્યની સેવા માટે રાજ્ય સરકાર હંમેશા સજ્જ રહેશે. સાથે જ પી.એમ. નરેન્દ્ર મોદીએ પણ વર્ચ્યુઅલી જોડાય કચ્છની ભાષામાં લોકોની પુછા કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસ સામે લડવા લોકોએ દરરોજ ચાલવું જોઈએ. આજના સમયમાં યોગનો સ્વીકાર કરવો જોઈએ. કચ્છના રણોત્સવમાં દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવી રહ્યા છે, ત્યારે વિદેશના મહેમાનો અહી વધુ આવે તે માટેના પ્રયાસો કરવા જોઈએ. ઉપરાંત સ્ટેચું ઓફ યુનિટી પણ લોકો જોવા જાય તેવી અપીલ કરી હતી. ગુજરાત ચારે દિશામાં પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં 6 હજાર તબીબો ઊભા કરવાની વ્યવસ્થા કરાય રહી છે. દરેક જિલ્લામાં ડાયાલિસિસની સેવા ઊભી કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, કિર્તીસિંહ વાઘેલા, સાંસદ વિનોદભા ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલ કારા, ધારાસભ્ય વાસણ આહિર, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story