કચ્છ : ભુજના 477માં સ્થાપના દિવસ નિમિત્તે દરબાર ગઢ ખાતે “ખીલી પૂજન” વિધિ યોજાય...

કચ્છ જિલ્લાના ભુજના દરબાર ગઢ ખાતે રાજ પરિવાર, કચ્છના સાંસદ અને ભુજ પાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરી ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાય

  • ભુજના દરબાર ગઢ ખાતે ખીલી પૂજન કરવામાં આવ્યું

  • રાજ પરિવારસાંસદ અને પાલિકાના સભ્યોની ઉપસ્થિતિ

  • લાખો ભુજવાસીએ પોતાના જન્મદિવસ તરીકે ઉજવણી કરી

  • ભુજ મહાનગરપાલિકા નિયુક્ત થાય તેવી લોકોની માંગણી

કચ્છ જિલ્લાના ભુજના દરબાર ગઢ ખાતે રાજ પરિવારકચ્છના સાંસદ અને ભુજ પાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરી ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

''અઢી કાંગરાએક કટારીપાંચ નાકા ને છઠ્ઠીબારી,,, ત્રણ આરાચોથી પાવડીબજાર વચ્ચે કરી ચાવડી...'' આ પંક્તિનું કચ્છ જિલ્લાના ભુજ માટે વર્ણન કરાયું છે. કચ્છ જિલ્લાનું ભુજ કેજે અગાઉ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતુંજે આજે તેના 477માં સ્થાપના દિવસે 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરી ગયું છે. ઉલ્લેખનીય છે કેભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું. 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું. ત્યારબાદ ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરવામાં આવ્યું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગર પાલિકા નિયુક્ત થાય તેવી નગરજનોએ લાગણી દર્શાવી હતી.

અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો. પરંતુ હવે શહેરની બહાર અનેક વિકાસ થઈ ગયો છે. ચારે તરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં પણ અંકિત થયું છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતીઅને રાજ્યમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. જેમાં કચ્છના રાજ પરિવાર દ્વારા પણ સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા. આજથી 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતીત્યાં કચ્છરાજનું ચલણી નાણું છપાતું હતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરૂ કરવામાં આવી હતીપછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી જ્યાં હાલમાં બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશોશિયેશનની ઓફિસ આવેલી છે.

ભુજ શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિત રાજવીઓએ ભુજમાં આવેલ દરબાર ગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ હતું. રાજાશાહી સમયના ભુજ  શહેર અને આજના ભુજ  શહેરમાં મોટો બદલાવ આવી ગયો છે. આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ભુજની સ્થાપના લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપતીનો સામનો કર્યો છે. ભૂકંપઅતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો ભુજ સામનો કરી ચુક્યો છે. જેમાં 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી.

એક સમયે એવું લાગી રહ્યું હતું કેહવે ભુજ ક્યારેય પણ બેઠું નહિ થાય. પણ ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છેત્યારે દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક એટલે કેભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મી સોલંકી દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં ખોડાઈ હતીત્યાં ખીલી પૂજન કરવામાં આવ્યું હતું. આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે મનાવી રહ્યા છેત્યારે આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડારાજવી પરિવારના કુંવર ઇન્દુભા જાડેજા સહિતના સભ્યોભુજ પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.