Connect Gujarat
ગુજરાત

કચ્છ : પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, ધંધાર્થી-વેપારીઓને સ્વચ્છતા રાખવા માર્ગદર્શન અપાયું

ભુજ શહેરમાં પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માર્ગદર્શન અપાયું

X

કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સહિત રોજગાર સ્થળે કચરા પેટી રાખવા માટે ખાણીપીણીના ધંધાર્થી અને અન્ય વેપારીઓને માર્ગદર્શન અપાયું હતું.

પશ્ચિમ ક્ચ્છ પોલીસની વિવિધ ટીમો દ્વારા ભુજના હાર્દસમાં વિસ્તારો હમીરસર તળાવ, લેક-વ્યૂ, રામધૂન, બસ સ્ટેશન, વાણિયાવાડ, જ્યૂબિલી સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં સાફસફાઈ કરવામાં આવી હતી. પશ્ચિમ ક્ચ્છ પોલીસ ભુજ હેડ ક્વાર્ટરના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકના વધુ પડતા વપરાશથી પર્યાવરણનું પ્રદુષણ વધે છે, ત્યારે રવિવારના રોજ પોલીસની વિવિધ ટિમો દ્વારા ભુજ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. જોકે, જિલ્લા પોલીસવડાના વિશેષ માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે જ ખાણીપીણીના ધંધાર્થીઓ અને અન્ય વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ ધંધા રોજગારના સ્થળે ડસ્ટબીન રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story