કચ્છ : અંજારમાં 2 માસૂમ સગા ભાઈઓનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું...

કચ્છ જિલ્લાના અંજારની કર્મચારી કોલોનીમાંથી અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જ્યાં 2 માસૂમ સગા ભાઈઓનું પાણીના ખુલ્લા ટાંકામાં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાય હતી.

New Update
  • અંજારની કર્મચારી કોલોનીમાંથી કરુણ ઘટના સામે આવી

  • 2 માસૂમ સગા ભાઈ રમતા-રમતા પાણીના ટાંકામાં પડ્યા

  • પાણીના ખુલ્લા ટાંકામાં ડૂબી જવાથી બન્નેના મોત નીપજ્યાં

  • 2 સગા ભાઈઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી

  • અકસ્માતે મોત અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી આદરી

કચ્છ જિલ્લાના અંજારની કર્મચારી કોલોનીમાંથી અત્યંત કરુણ ઘટના સામે આવી છેજ્યાં 2 માસૂમ સગા ભાઈઓનું પાણીના ખુલ્લા ટાંકામાં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાય હતી.

મળતી માહિતી અનુસારમૂળ બિહારના અને હાલ કચ્છ જિલ્લાના અંજારની કર્મચારી કોલોનીમાં રહેતા શ્રમિક બિટ્ટુ તિવારીના 6 વર્ષીય પુત્ર અંકુશ અને 7 વર્ષીય પુત્ર અભિનંદન ઘરની નજીક રમી રહ્યા હતા. રમતા-રમતા તેઓ એક નવા બની રહેલા મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પાણીના ટાંકા પાસે પહોંચી ગયા હતાજ્યાં પાણીના ટાંકામાં બન્ને અકસ્માતે પડી ગયા. બાળકો લાંબા સમય સુધી ન દેખાતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ભયભીત થયેલા પરિવારજનોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે અંજાર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન બન્ને બાળકોના મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવ્યા હતા. બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાપરંતુ હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતુંજ્યારે આસપાસના લોકોમાં પણ ભારે શોકની લાગણી છવાઈ હતી.

Latest Stories