/connect-gujarat/media/media_files/2025/01/26/JzFmDM98QOsM2pSvyU8G.png)
વર્ષ 2001માં ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાંખ્યું હતું.વર્ષ 2001ના ભૂકંપની 25મી વરસી છે.20,000 નાગરિકોના જીવ આ દર્દનાક ઘટનામાં હોમાયા હતા.
ગણતંત્ર દિવસની ઉજવણી ગૌરવભેર થઈ રહી હતી, ત્યારે સવારે 8-45ના ટકોરે આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે, કચ્છ ફરી ઉભું થશે કે કેમ તેવો સવાલ દરેકના મનમાં ઉઠતો હતો.પરંતુ કચ્છ અને કચ્છી માડુઓએ સમયના પડકારને એવી રીતે ઝીલી બતાવ્યો છે કે, ભૂકંપથી ત્રીજી વખત તબાહ થયેલું કચ્છ દુનિયા જોતી રહી જાય તે રીતે વિકાસ પામ્યું છે અને નિખરી ઉઠ્યું છે.
વર્ષ 2001ના કચ્છમાં તારાજી સર્જનાર ભૂકંપ ભચાઉ તાલુકાથી 12 કિ.મી.ના અંતરે ચોબારી ગામ પાસે ઉદભવ્યો હતો અને કચ્છ, અમદાવાદ સહિત 21 જિલ્લાના 700 કિ.મી. વિસ્તારમાં વિનાશક અસર કરી હતી. કુલ ચાર લાખ મકાનો ધ્વસ્ત થયા હતા. હજારો પરિવારો બેઘર અને નોંધારા બની ગયા હતા.