Connect Gujarat
ગુજરાત

2007માં પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના કેસમાં કુતિયાણાના MLA કાંધલ જાડેજા દોષિત જાહેર

શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના ગુનામાં કાંધલ જાડેજાને દોષિત જાહેર કરાયા છે.

2007માં પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના કેસમાં કુતિયાણાના MLA કાંધલ જાડેજા દોષિત જાહેર
X

રાજકોટ JMFC કોર્ટ દ્વારા કાંધલ જાડેજાને દોષિત જાહેર કરાયા છે.વર્ષ 2007માં વિદ્યાનગર મેઇન રોડ પરની શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના ગુનામાં કાંધલ જાડેજાને દોષિત જાહેર કરાયા છે. નોંધનીય છે કે, 4 પોલીસકર્મી, 3 ડોકટરો સહિત 14 શખ્સો સામે કેસ ચાલતો હતો.પોરબંદરમાં હત્યા કરવાના આરોપસર જે તે સમયે રાજકોટ જેલમાં રખાયા કાચા કામના કેદી કાંધલ જાડેજા (હાલ ધારાસભ્ય) રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા બાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

2009માં ફરી પકડાયેલા કાંધલ જાડેજા ના રિમાન્ડ મેળવવા મુદ્દે પાંચ વર્ષથી ચાલી રહેલા કાનૂની જંગ માં અદાલતે પોલીસે રિમાન્ડ માટે કરેલી રિવિઝન અરજી મંગળવારે રદ કરી હતી.રાજકોટ જેલમાંથી સારવાર માટે મનહર પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ કાંધલ જાડેજા ના જાપ્તા માટે રખાયેલ પોલીસ પાર્ટી સાથે સાંઠગાંઠ રચીને ભાગી ગયા હતા. ફરાર કાંધલ જાડેજા 2009માં મહારાષ્ટ્રમાંથી ઝડપાઇ જતા તેમને 15 દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતા.

અદાલતે રિમાન્ડની માગણી રદ કરતા પોલીસે નીચેની કોર્ટમાં રિમાન્ડ રદ કરવાનો હુકમ અને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.બચાવ પક્ષના વકીલ અભય ભારદ્વાજ, ધીરજભાઇ પીપળીયા પોલીસ સેશન્સ કોર્ટમાં રિવિઝન કરી શકે એવો વાંધો ઉઠાવી આરોપીએ પોતાને રિમાન્ડ પર સોંપવાના હુકમને હાઇકોર્ટમાં પડકારો પડે તે રીતે રિમાન્ડની માગણી રદ થાય તો પોલીસે પણ હુકમને હાઇકોર્ટમાં પડકારવો પડે તેવો કાનૂની મુદ્દો ઉઠાવ્યો હતો. મેટરમાં હાઇકોર્ટની બેંચે 30 એપ્રિલ, 2009માં એવો ચુકાદો આપ્યો હતો કે આરોપીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ પોલીસ સેશન્સ કોર્ટમાં પડકારી શકે છે.

Next Story