Connect Gujarat
ગુજરાત

વ્યાખ્યાન માળા : "સંસ્કૃત" ભારતની રાષ્ટ્રભાષા હોવી જોઈએ : ડો. બાબાસાહેબ આંબેડકર

સંસ્કૃતભારતીના સંપર્ક વિભાગ દ્વારા આયોજિત વ્યાખ્યાન માળામાં "સંસ્કૃત પ્રેમી ડો. બાબાસાહેબ આંબેડકર" વિશે બોલતાં તેમના સમગ્ર ચિંતનના ઊંડા અભ્યાસુ અને રાષ્ટ્રવાદી પત્રકાર કિશોર મકવાણા

વ્યાખ્યાન માળા : સંસ્કૃત ભારતની રાષ્ટ્રભાષા હોવી જોઈએ : ડો. બાબાસાહેબ આંબેડકર
X

સંસ્કૃતભારતીના સંપર્ક વિભાગ દ્વારા આયોજિત વ્યાખ્યાન માળામાં "સંસ્કૃત પ્રેમી ડો. બાબાસાહેબ આંબેડકર" વિશે બોલતાં તેમના સમગ્ર ચિંતનના ઊંડા અભ્યાસુ અને રાષ્ટ્રવાદી પત્રકાર કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે , કમનસીબે આપણે બાબાસાહેબને "દલિત નેતા" કે "બંધારણના ઘડવૈયા"ના ચોકઠામાં બેસાડી દીધા છે. પરંતુ તેમનું સમગ્ર ચિંતન તો સંસ્કૃતિ, સભ્યતા અને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને થયું છે.

રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસ માટે "સંસ્કૃત" ભારતની રાષ્ટ્રભાષા હોવી જોઈએ, એ પ્રસ્તાવ બંધારણ સભામાં સૌપ્રથમ લાવનાર તો ડો. બાબાસાહેબ આંબેડકર હતા. કમનસીબે એ પ્રસ્તાવ ન સ્વીકારાયો, ત્યારે તેમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરુને મેમોરેન્ડમ આપતા 3 સૂચનો કર્યાં હતા. જેમાંનું પહેલું સૂચન "સંસ્કૃત"ને ભારત રાષ્ટ્રની અધિકૃત ભાષા બનાવવી જોઈએ. રાજભાષા તરીકે હિન્દી અથવા અંગ્રેજીના મતને સ્વીકારતાં તેમણે બીજી માગણી કરી હતી કે, સ્વતંત્રતાના 15 વર્ષ સુધી જ અંગ્રેજી અધિકૃત ભાષા તરીકે રહેવી જોઈએ, તેના સમાનાંતર સંસ્કૃત ભાષાને શીખવવી જોઈએ. આ સાથે જ ત્રીજી માગણી રજૂ કરતાં કહ્યું હતું કે, અંગ્રેજીને માત્ર 15 વર્ષ સુધી જ રાખીશું" એવો કાયદો બનાવવો જોઈએ.

રાષ્ટ્રવાદી પત્રકાર કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે , જો આ કાયદો બન્યો હોત તો આજે સંસ્કૃત અધિકૃત રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી હોત. માત્ર એટલું જ નહીં, તેમણે પોતાની રાજકીય પાર્ટી "શીડ્યુલ કાસ્ટ ફેડરેશન"માં સંસ્કૃતના રાષ્ટ્રભાષા તરીકેના ઠરાવ વિશે તર્કપૂર્ણ દલીલો વ્યક્ત કરીને "સંસ્કૃત" જ શા માટે રાષ્ટ્રભાષા હોવી જોઈએ ?, તે પાર્ટીના સભ્યોને સમજાવ્યું હતું, અને પોતાને સંસ્કૃતનું વિધિવત્ જ્ઞાન પ્રાપ્ત નહોતું થયું તેનો ખેદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃતભારતીના ટ્રસ્ટી ભાગ્યેશ ઝાએ વક્તાનો પરિચય આપ્યો હતો‌. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. આનંદ પંડ્યા અને આભાર દર્શન પ્રો. દિપક આદ્રોજાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિ. ડૉ. આશિષ દવેએ કર્યું હતું.

Next Story