Connect Gujarat
ગુજરાત

હાય રે મોંઘવારી ! લીંબુ પેટ્રોલ કરતા મોંઘા થયા,ભાવ વાંચી દાત ખાટા થઈ જશે

એક કિલો લીંબુના ભાવ 200 થી 230 રૂપિયા જોવા મળી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે લીંબુ ની આવક ઓછી છે

હાય રે મોંઘવારી ! લીંબુ પેટ્રોલ કરતા મોંઘા થયા,ભાવ વાંચી દાત ખાટા થઈ જશે
X

રોજે રોજ મોંઘવારી વધી રહી છે અને તેની ખાસ અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર થઈ છે. હવે તો શાકભાજીના ભાવ પણ વધુ છે. શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી તો ઉનાળામાં તો આશા કેવી રીતે રાખવી. ઉનાળાની શરૂઆત થઈ છે ધીમે-ધીમે તાપમાન પણ વધી રહ્યું છે. હવે તો કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં સ્વાસ્થ્ય માટે લીંબુ પાણી સારું કહેવાય છે પરંતુ ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ આસમાનેછે. જમાલપુર હોલસેલ માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ 230 રૂપિયા છે. ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ વધી રહ્યા હતા.

મંગળવારે અમદાવાદ જમાલપુર માર્કેટમાં હોલસેલ માં એક કિલો લીંબુના ભાવ 200 થી 230 રૂપિયા જોવા મળી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે લીંબુ ની આવક ઓછી છે. મહેસાણા તરફથી આવતા લીંબુ ની આવક ઓછી છે. મહારાષ્ટ્ર, મદ્રાસ અને વિજાપુર તરફથી લીંબુ આવે છે. જોકે આજે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. સાઉથ બોપલ ની માર્કેટમાં લીંબુના એક કિલોના ભાવ 360 રૂપિયા છે.ઉનાળામાં લીંબુની માંગ વધી જાય છે અને સામે આવક ઓછી હોય છે જેના કારણે લીંબુના ભાવ વધી જતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે લીંબુ ની આવક ઓછી અને માંગ વધારે હોવાનું કારણ જવાબદાર છે. પરંતુ જે રીતે ડીઝલના રોજ રોજ ભાવ વધી રહ્યા છે તેના કારણે ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ રહ્યું છે.કોરોના બાદ લીંબુ નો વપરાશ વધ્યો છે અને આવક એટલી જ છે. સાથે ઉનાળામાં લીંબુની માંગ પણ વધી જતી હોય છે. રમજાન પણ ચાલી રહ્યો છે. ઉનાળા માં એનર્જી જળવાય રહે તે માટે લીંબુ શરબત વધુ પિતા હોય છે

Next Story