“LIVE” રેસક્યું..! : ભાવનગરના નશીતપુર અને બનાસકાંઠાના અમીરગઢ નજીક પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા...

રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે, ત્યારે ભાવનગરના નશીતપુર ગામ નજીક કેરી નદીના કોઝ-વે પર કાર ફસાય હતી.

New Update
  • રાજ્યમાં વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતી

  • ભાવનગર-નશીતપુર તેમજ બનાસકાંઠા-અમીરગઢની ઘટના

  • નશીતપુર ગામ પાસે કોઝ-વે પર કાર સહિત 2 લોકો ફસાયા

  • અમીરગઢ નજીક 15 કલાકથી એક યુવક પાણી વચ્ચે ફસાયો

  • પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને રેસક્યું કરી બચાવી લેવાયા

રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છેત્યારે ભાવનગરના નશીતપુર ગામ નજીક કેરી નદીના કોઝ-વે પર કાર ફસાય હતી. જેમાં 2 લોકોનું સ્થાનિકોએ રેસક્યું કર્યું હતુંજ્યારે બનાસકાંઠાના અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં પણ એક યુવક ફસાયો હતોત્યારે SDRFની ટીમે સાહસિક રેક્સ્યુ કરી યુવકનો જીવ બચાવ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છબનાસકાંઠાપાટણમોરબીવલસાડદમણદાદર અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છેત્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેરી નદીના કોઝ-વે પરથી પાણી વહેતા ઇકો કાર તણાઈ હતી. મૂળ નસવાડીના 2 લોકો ઈકો કાર સાથે નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. બનાવના પગલે ગામના સરપંચ સહીતના લોકોએ માનવ સાંકળ બનાવી સતત 2 કલાકની જહેમત બાદ બન્ને લોકોને રેસ્ક્યુ કરી પાણીમાંથી સહી સલામત બહાર કાઢી લીધા હતાજ્યારે JCBની મદદથી ઈકો કારને પણ બહાર કાઢવામાં આવી હતી.

આ તરફબનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પણ જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી હતી. આ વેળા પાણીના ધસમસતા પ્રવાહમાં એક યુવક ફસાયો હતો. બનાવની જાણ થતાં જ SDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતીજ્યાં છેલ્લા 15 કલાકથી નદીમાં ફસયેલા યુવકનું રેક્સ્યુ કરવામાં આવ્યું હતું. SDRFની ટીમે સાહસિક રેક્સ્યુ કરી યુવકનો જીવ બચાવી સહી સલામત બહાર કાઢ્યો હતો.

Latest Stories