Connect Gujarat
ગુજરાત

LIVE અપડેટ: રાજ્યની 8684 ગ્રામપંચાયતની મતગણતરી; જુઓ ગ્રામપંચાયતનાં ચૂંટણી પરિણામ

રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ

LIVE અપડેટ: રાજ્યની 8684 ગ્રામપંચાયતની મતગણતરી; જુઓ ગ્રામપંચાયતનાં ચૂંટણી પરિણામ
X

ચૂંટણીનાં તાજા પરિણામો જાણવા અહી ક્લિક કરો..

રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. આમ તો પાર્ટીના સિમ્બોલ પર ગ્રામપંચાયતની ચૂંટણીઓ નથી લડાતી, પરંતુ ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય પક્ષોને પણ ક્યાં કેટલું સમર્થન મળ્યું એનો ખ્યાલ આવી જશે. ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશવાની ના પાડતાં હોબાળો થયો હતો. જ્યારે ગણતરી શરૂ કરવાનો નવ વાગ્યાનો સમય હોવા છતાં મતગણતરી શરૂ ન થતાં ઉમેદવારો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો. વિવિધ મતગણતરી કેન્દ્રો પર મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગારી શરૂ કરવામાં આવી છે.

Next Story