બાબરાના જનસેવા કેન્દ્ર ખાતે જોવા મળી લાંબી કતાર
આધાર કાર્ડમાં KYC અપડેટ માટે વિદ્યાર્થીઓની કતાર
વહેલી સવારથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પરેશાન
તંત્રની ઢીલી કામગીરી સામે વાલીઓમાં રોષ ભભૂક્યો
જનસેવા કેન્દ્ર ખાતે ઓપરેટરની સંખ્યા વધારવા માંગ
અમરેલી જિલ્લાના બાબરાના જનસેવા કેન્દ્ર પર આધારકાર્ડમાં KYC અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા, ત્યારે તંત્રની ઢીલી કામગીરી સામે પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તે કોઈ મતદાન મથક બહાર લાગેલી કતારોના નથી... પણ આ દ્રશ્યો છે, અમરેલી જિલ્લાના બાબરાના જનસેવા કેન્દ્રના. કે, જ્યાં આધારકાર્ડમાં KYC અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી છે. કારણ કે, KYC અપડેટ કરવાની સાઈટ બંધ હોવાથી કલાકો સુધી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બાબરા જનસેવા કેન્દ્ર ખાતે લાંબી કતારો લાગતાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, તંત્રની ઢીલી કામગીરી સામે પણ વાલીઓએ રોષ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર તેમજ સત્તાપક્ષ દ્વારા બાબરા જનસેવા કેન્દ્ર ખાતે ઓપરેટરની સંખ્યા વધારવામાં આવે તો વિદ્યાર્થીઓની હાલાકી આંશિક દૂર થાય તેવું વાલીઓ સહિત સ્થાનિકોએ જણાવ્યુ હતું.