Connect Gujarat
ગુજરાત

મહેસાણા:ઉંઝા હાઇવે પર ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી; ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી

મહેસાણા પાલનપુર હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થયો હતો જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી.

X

મહેસાણા પાલનપુર હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થયો હતો જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી.

મહેસાણા પાલનપુર હાઇવે પર એક ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જવાની ઘટના સામે આવી છે. મહેસાણા પાલનપુર હાઇવે પર આવેલા મકતુંપુરના પાટિયા પાસે રાત્રી દરમિયાન પાલનપુરથી અમદાવાદ જતું ટેન્કર એકાએક પલટી મારી જતા રોડની સાઈડમાં ટેન્કર ખબક્યું હતું અને તેમાં ભરેલો ઝેરી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થતા તંત્ર દ્વારા હાલમાં ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો પણ ચિંતતી બન્યા હતા. હાલમાં ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે, તેમજ આસપાસના રહીશોને દૂર રહેવાની પણ તંત્રએ સૂચના આપી છે.

Next Story