Connect Gujarat
ગુજરાત

મહેસાણા : હિરપુર ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન...

હિરપુર ખાતે રૂપિયા 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

X

મહેસાણા જિલ્લાના હિરપુર ખાતે રૂપિયા 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજ યોજનાનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તરભ વાળીનાથ ધામ ખાતે મુખ્યમંત્રીની રજતતુલા કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના પ્રવાસે છે, ત્યારે તેઓના હસ્તે હિરપુર ખાતે રૂપિયા 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એટલું જ, નહીં વિવિધ વિકાસના કાર્યોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તરભ વાળીનાથ ધામ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રજતતુલા કરવામાં આવી હતી, ત્યારે રજતતુલા કરાયેલ ચાંદીનો ઉપયોગ મંદિરના નિર્માણ અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરવામાં આવશે.

મહેસાણાની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકોને પ્રાથમિક સુવિધા માટે અભિયાન ચલાવવા પડે છે, મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચન આપતા જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને કોઈ પણ કામ માટે ધક્કા ખાવા ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તેઓએ વિકાસના કામો માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા આપણે કામ કરીશું તેવું જણાવ્યું હતું, સાથે તેમણે દિવાળી પર્વની લઈને લોકોને શુભેચ્છાઓ આપી હતી. સમગ્ર કાયક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો અને આમંત્રિતો વિશેષ રહ્યા હતા.

Next Story
Share it