Connect Gujarat
ગુજરાત

6 માસમાં 1400 કરોડથી વધુ નશાખોરી પદાર્થો ઝડપાયા, ગુજરાત સરકારે રજૂ કર્યા આંકડા

રાજ્યમાં નશાના વેપલાના કેસોમાં ધરખમ વધારો થયો છે જેની માહિતી ખુદ રાજ્ય સરકારે હાલમાં ચાલી રહેલા બજેટ સત્રમાં આપી છે.

6 માસમાં 1400 કરોડથી વધુ નશાખોરી પદાર્થો ઝડપાયા,  ગુજરાત સરકારે રજૂ કર્યા આંકડા
X

રાજ્યમાં નશાના વેપલાના કેસોમાં ધરખમ વધારો થયો છે જેની માહિતી ખુદ રાજ્ય સરકારે હાલમાં ચાલી રહેલા બજેટ સત્રમાં આપી છે. છેલ્લા 6 મહિનામાં 1,412 કરોડથી વધુની કિંમતનું બ્રાઉન સુગર ડ્રગ્સ ગુજરાતમાં ઝબ્બે કરવામાં આવ્યું છે. ગૃહમાં NDPS અંતર્ગતના નાર્કોટિક્સના કેસો અંગે સરકારે વધુ માહિતી આપતા કહ્યું હતું કે બ્રાઉન સુગર ઝડપાવાના 6 કેસમા 26 શખ્સો સામે કાર્યવાહી જ્યારે બ્રાઉન સુગર ઝડપાવાના 6 કેસમા 26 શખ્સો સામે કાર્યવાહી બ્રાઉન સુગર ઝડપાવાના 6 કેસમા 26 શખ્સો સામે કાર્યવાહી, ગાંજો ઝડપાવાના 167 કેસમાં 227 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

તા:૦૧/૦૯/૨૦૨૧ થી તા:૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં NDPS એક્ટ હેઠળ રાજ્યમાં ૨૫૭ કેસ દાખલ કરીને ૩૯૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમા અંદાજે ૧૬,૪૩૨.૩૭૫ કિલોગ્રામનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જેની અંદાજીત કિંમત ૧૪,૫૯,૦૬,૨૪,૫૭૩/- (ચૌદસો ઓગણ સાઇઠ કરોડ થી વધુ) થાય છે. રાજ્યમાં ગાંજાના કેસમાં ૧૬૭ કેસ સામે ૨૨૭ આરોપીઓ, અફીણના કેસમાં ૧૨ કેસ સામે ૧૬ આરોપી, ચરસના કેસમાં ૧૬ કેસ સામે ૩૩ આરોપીઓ, હેરોઇન/બ્રાઉન સુગરના કેસમાં ૬ કેસ સામે ૨૬ આરોપીઓ,અન્ય/સેન્થેટીક ડ્રગ્સના કેસમાં ૫૭ કેસ સામે ૯૫ આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે અમે તો સામે ચાલીને ગુજરાતની બોર્ડર પરથી ઘુસતા ડ્રગ્સને પકડવા માટે રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિ સાથે મક્કમ નિર્ધાર કરીને કામગીરી કરી રહ્યા છીએ અને કરતા રહીશું. આવા તત્વોને ગુજરાતમાં પગ મુકવા નહીં દઇએ. ગૃહ મંત્રીએ કહ્યું કે, તાજેતરમાં મુંદ્રા અદાણી પોર્ટ ખાતે ડી.આર.આઇ. (કસ્ટમ) દ્વારા માદક પદાર્થ હેરોઇનનો અંદાજીત જથ્થો ૨૯૯૮ કિલોગ્રામ (ટેલકમ પાવડર સહીત) જેની કિંમત રૂપિયા એકવીસ હજાર કરોડ ગણી આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ડી.આર.આઇ., ખાતે ગુનો દાખલ કરાયો છે. જેની તપાસ રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને લઇને નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવી છે જેમાં ૧૧ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તે પૈકી ૪ અફઘાનિસ્તાનના નાગરીકો છે. રાજ્ય સરકાર એન.સી.બી/ કસ્ટમ વિભાગ/ડી.આર.આઇ., કોસ્ટલ ગાર્ડની સાથે સ્નિફર ડોગ જે ખાસ પ્રકારે નાર્કોટીક્સના પદાર્થોની તાલીમ પામેલા હોય છે. તેનું પણ આયોજન કરી રહી છે.

Next Story