Connect Gujarat
ગુજરાત

આવતીકાલે ભુપેન્દ્ર પટેલ સહિત 20થી વધુ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે, તૈયારીઓને અપાયો આખરી ઓપ

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર આવતીકાલે ગુજરાતની ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ સહિત 20થી વધુ મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે

X

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર આવતીકાલે ગુજરાતની ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ સહિત 20થી વધુ મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે.

ભાજપે પ્રચંડ બહુમતી સાથે ગુજરાતમાં સત્તા હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંપૂર્ણ તાકાત સાથે ફરી મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. શનિવારે વિધાનમંડળની ભાજપની બેઠકમાં તેમને વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૂંટી લેવાયા છે. હવે તેઓ સોમવારે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેશે. ગુજરાતના 62 વર્ષના ચૂંટણી ઇતિહાસમાં તે પહેલા પાટીદાર મુખ્યમંત્રી હશે, જે ચૂંટણી જીતીને બીજીવાર મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રીનો શપથવિધિ સમારંભ સોમવારે યોજાશે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નવા મંત્રીમંડળની રચનાની ચર્ચા માટે શનિવારે જ દિલ્હી પહોંચ્યા અને અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી હતી. નવા મંત્રીમંડળમાં 20થી 22 સભ્ય હોઇ શકે, જેમાં 14 નવોદિત મંત્રી, સાત અનુભવી અને ત્રણ મહિલા મંત્રીનો સમાવેશ થઇ શકે. જાતિ પ્રમાણે જોઇએ તો પાંચ પાટીદાર, 6થી 8 ઓબીસી, 3 કે 4 અન્ય સવર્ણ, બેથી ત્રણ આદિવાસી અને બે દલિત સમાજના ધારાસભ્યોને તક મળી શકે. શપથવિધિ સમારંભ સોમવારે યોજાવા જઇ રહ્યો છે.

Next Story