નર્મદા: રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ, લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા,સાંસદ મનસુખ વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિરમાય થયું છે

New Update
નર્મદા: રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ, લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા,સાંસદ મનસુખ વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિરમાય થયું છે જેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે

Advertisment

સમગ્ર ગુજરાતમાં મેઘ ગર્જના થઈ છે અને વિવિધ પ્રદેશોમાં ભારે વરસાદ ખાબી રહ્યો છે જેમાથી વનરાજીથી ઘેરાયેલ નર્મદા જિલ્લો પણ બાકાત રહયો નથી.નર્મદા જીલ્લામાં છેલ્લા બે દીવસથી ભારેય વરસાદ ખાબકી રહયો છે જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજપીપળાની વાત કરવામાં આવે તો રાજપીપળાના ખાડા ફળિયા અને કાછીયાવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે ઘરવખરીને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. રાજપીળાના મુખ્યમાર્ગો પણ જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને બાઇક પાણીમાં તણાય રહી હોય એવા વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા.આ અંગેની જાણ થતાની સાથે જ સાંસદ મનસુખ વસાવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી.મનસુખ વસાવાએ અસરગ્રતોને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવાય એ માટે કલેક્ટરને રજૂઆત કરવાની ખાતરી આપી હતી

આ તરફ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું પૂછપૂરા ગામ સંપર્ક વિહોણું થયું હતું. પૂછપૂરા ગામ નજીક આવેલ ક્રોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધતા ગામનો સંપર્ક તૂટી ગયો હતો અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ આવન જાવન કરવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો

નર્મદા જીલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારના માર્ગોનું ધોવાણ થયું છે ત્યારે રાજપીપળાથી ડેડીયાપાડા અને મોવીથી ડેડીયાપાડા માર્ગનું પણ ભારે ધોવાણ થયું હતું જેના કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો. માર્ગના વચ્ચેથી બે ભાગ થઈ જતા વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.ગરુડેશ્વર તાલુકામાં 12 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા હતા અને જનજીવન ભારે પ્રભાવિત થયું હતું

Advertisment