Connect Gujarat
ગુજરાત

નર્મદા: ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં વધારો,યુવાનોને લાગ્યું ખાદીનું ઘેલું

નર્મદા જિલ્લાના કેવડીયામાં ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.

X

નર્મદા જિલ્લાના કેવડીયામાં ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. શિક્ષણ પ્રધાનના આહવાહન બાદ્દ વધુમાં વધુ લોકો ખાદીની ખરીદી કરી રહ્યા છે

ઓક્ટોબર માસમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ અને બીજી તરફ રાજ્યના શિક્ષણમંત્રીના ખાદી ખરીદવાના આહવાનને પગલે ચાલુ માસમાં ખાદીના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પૂર્વ વનમંત્રી શબ્દસરણ તડવી દ્વારા ખાદીગ્રામ ઉધોગ સંચાલિત ખાદી ભંડાર શરૂ કરવામાં આવ્યો છે

ખાદી ભંડારની દુકાન પરથી પી.એમ.મોદી માટે કાપડ મોકલવામાં આવે છે શિક્ષણમંત્રીના આહવાન બાદ સ્કૂલ બોર્ડે પણ પરિપત્ર કરી સપ્તાહમાં એકવાર ખાદી પહેરવા સ્ટાફને જણાવ્યું છે જેથી મોટી સંખ્યામાં શિક્ષકો ખાદી ભંડારમાં ખરીદી કરવા પહોંચી રહ્યા છે.આ બાબતે પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી એ જણાવ્યું હતું કે શિક્ષણવિભાગે અઠવાડિયામાં એક દિવસ ખાદી દિવસ તરીકે ઉજવવાની અને એક દિવસ ખાદી પહેવાની સૂચનાને લઈને શિક્ષકો મોટી સંખ્યામાં ખાદી ખરીદે છે.હાલ ખાદીમાં પણ બહુ વેરાયટી અને ફેન્સી આઇટમો આવે છે એટલે યુવાનો માં પણ ક્રેઝ વધ્યો છે.

Next Story