Connect Gujarat
ગુજરાત

નર્મદા : મંત્રી પૂર્ણેશ મોદીની કેવડિયામાં સત્તામંડળ દ્વારા લેવામાં આવતા આડેધડ નિર્ણયોને કારણે બીજી બેઠક બોલાવી

ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદએ અધિકારીઓને જરૂરી સુચના આપી છે.

નર્મદા : મંત્રી પૂર્ણેશ મોદીની કેવડિયામાં સત્તામંડળ દ્વારા લેવામાં આવતા આડેધડ નિર્ણયોને કારણે બીજી બેઠક બોલાવી
X

ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદએ અધિકારીઓને જરૂરી સુચના આપી છે. તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન SOU-એકતાનગર ખાતે SOUADTGA સત્તામંડળના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ તથા જિલ્લાના અગ્રણીઓ સાથે એડમિનિસ્ટ્રેટીવ કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજી હતી અને આ વિસ્તારના નાના-મોટા પ્રશ્નો સરળતાથી ઉકેલાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ તે દિશામાં આગળની જરૂરી કાર્યવાહી માટે સત્તામંડળના અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સહિતના આ વિસ્તારના અન્ય આગેવાનો, ઉપરાંત SOUADTGAના વરિષ્ઠ અધિકારીઓમાં ઉપસ્થિતિમાં ઉક્ત બેઠક યોજાઇ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગર વિસ્તારમાં જે કોઈ પ્રશ્ન છે તેનો સરળતાથી ઉકેલ આવે, સંકલન થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપી તેનો નિકાલ કરવાના ઉદ્દેશ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી તરીકે ઓથોરિટી સાથે આ બીજી બેઠક કરી હતી . મહત્વનું છે કે એકતાનગરના વિકાસ મુદ્દે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વની નજર તેના પર રહેશે, જેને લઈને ઉક્ત બેઠકમાં રજૂ થયેલા કેટલાક નાના - મોટા પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે દિશામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને SOUADTGA ઓથોરિટીના અધિકારીઓ સાથે થયેલી ચર્ચા-વિચારણા અને પરામર્શ મુજબ સાથે મળીને કામ કરશે .

Next Story