New Update
-
રાજપીપળામાં નર્સિંગ કોલેજનો વિવાદ
-
માઁ કામલ ફાઉન્ડેશન સામે વિદ્યાર્થિનીઓનો આક્ષેપ
-
MLA ચૈતર વસાવાને કરાઈ રજૂઆત
-
MLAએ વિદ્યાર્થીનીઓના હસ્તે પોલીસવડાને કરી લેખિતમાં રજૂઆત
-
MLA એક સપ્તાહમાં યોગ્ય પગલા ભરવા કરી માંગ
નર્મદા જિલ્લાના રાજપીપળાની માઁ કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીનીઓ સાથે બેઠક કરી હતી,અને જરૂરી માહિતી ભેગી કરી વિદ્યાર્થીનીઓના હસ્તે જિલ્લા પોલીસ અધિક્ષકને સંસ્થા સામે પગલા ભરવા લેખિત રજૂઆત કરી હતી.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેની માઁ કામલ ફાઉન્ડેશનની નર્સિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા તેઓ સાથેના અન્યાય સંદર્ભે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બેઠક કરીને રજૂઆત કરી હતી.અને જણાવ્યું હતું કે તેમને નર્સિંગ કોલેજ દ્વારા પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી,સર્ટીફીકેટ નથી આપતા, અને સ્કોલરશીપ પણ આપતા નથી,વધુમાં ત્રણ વાર બેંગ્લોર પરીક્ષા આપવા લઈ ગયા પણ ત્યાંથી પાછા લાવ્યા છે,અને અમારી સાથે છેતરપિંડી કરી છે.જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ સંસ્થા સામે આક્ષેપો કર્યા હતા,અને આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષકને વિદ્યાર્થીનીઓના હસ્ તે લેખિતમાં રજૂઆત કરી હતી.ચૈતર વસાવાએ આ અંગે જો પોલીસ દ્વારા તાત્કાલિક કોઈ પગલા ભરવામાં નહીં આવે તો આગામી એક સપ્તાહમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.
Latest Stories