વલસાડમાં નેશનલ હાઇવે બિસ્માર બન્યો
ખખડધજ માર્ગથી વાહન ચાલકો પરેશાન
સાંસદ-ધારાસભ્યએ લીધી સ્થળ મુલાકાત
માર્ગના સમારકામ માટે સૂચના આપી
બેદરકાર એજન્સીને કરશે બ્લેકલિસ્ટ
વલસાડમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે 48 બિસ્માર બની ગયો છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને લોકસભાના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લીધી હતી.
વલસાડમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે 48 બિસ્માર બની ગયો છે.જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,જોકે આ સમસ્યાને ધ્યાનમાં લઈને લોકસભાના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. કરમબેલા બ્રિજ પર 8 ફૂટ પહોળો ખાડો અને સુગર ફેક્ટરી બ્રિજ પરના ખાડાઓ સહિત હાઇવે પર કુલ 11 સ્પોટની ઓળખ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને આ તમામ સ્થળોએ એક સપ્તાહમાં મરામતનું કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
આગામી ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો પરRCC કામગીરી કરવામાં આવશે. હાલ પૂરતા હંગામી ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરાશે. જો એજન્સી દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવશે તો તેમને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવા અંગે સાંસદ ધવલ પટેલે ચીમકી ઉચ્ચારી હતી.