/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
વિજલપોર નજીક રામનગર વિસ્તારની ઘટના
રેલવે ટ્રેક પર બેસીને વાતો કરતાં હતા 2 મિત્રો
માલગાડીની અડફેટે આવતાં બન્ને મિત્રો કપાયા
નવસારી અને રેલવે પોલીસે તપાસ હાથ ધરી
10 મહિનામાં 20થી વધુ લોકોના મોત : પોલીસ
નવસારી જિલ્લાના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર 2 યુવકોના ટ્રેનની અડફેટે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાં 2 યુવકોનું રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે મોત નીપજ્યું હતું. ગત રાત્રે રામ જન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના 2 યુવક પોતાના ઘર નજીકથી પસાર થઈ રહેલા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર રેલ્વે ટ્રેક પર બેસી વાતો કરી રહ્યા હતા, ત્યારે જ માલગાડી ત્યાંથી નીકળતા બન્ને યુવકો કપાયા હતા. આ ઘટનાના પગલે આસપાસથી લોકોનાં ટોળાં એકઠાં થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. બન્ને મૃતકો યુપીના રહેવાસી અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડોરના ટ્રેકની આસપાસ રહેણાક વિસ્તારો હોય, જેથી રેલવે દ્વારા બન્ને તરફ પાકી દીવાલ બનાવવામાં આવી છે. પરંતુ કેટલાક સ્થળો પર દીવાલ તોડી નાખવામાં આવી હોવાથી લોકો અવર જવર કરતા રહે છે. છેલ્લા 10 મહિનામાં જ અહીં થયેલા અલગ અલગ અકસ્માતમાં 20થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે.
/connect-gujarat/media/media_files/2025/07/07/tajjjj-2025-07-07-17-47-11.jpg)