નવસારી: 12 વર્ષની બ્રેઇન ડેડ દીકરીના 5 અંગોનું દાન કરાયુ, પોલીસે ગ્રીનકોરીડોર બનાવી અંગો સુરત પહોંચાડ્યા

ગુજરાત | સમાચાર નવસારીનાં એરૂ રોડ પર આવેલ પ્રભાકુંજમાં ઇન્ડિયા કેમિસ્ટ નામથી ફાર્માસ્યુટીકલની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા હરેશકુમાર દગાયાની 12 વર્ષની પુત્રી આન્યા 22 જુનના રોજ

New Update
નવસારી

નવસારીનાં એરૂ રોડ પર આવેલ પ્રભાકુંજમાં ઇન્ડિયા કેમિસ્ટ નામથી ફાર્માસ્યુટીકલની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા હરેશકુમાર દગાયાની 12 વર્ષની પુત્રી આન્યા 22 જુનના રોજ દાદર પરથી આકસ્મિક રીતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાથી બેભાન થઇ ગઈ હતી.

નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. તા. 1 જુલાઈના રોજ તબીબોએ આન્યાને બ્રેઈનડેડ જાહેર કરી હતી. હોસ્પિટલના ડાયરેક્ટરે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કર્યો. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી આન્યાના પિતાને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવી મંગળવારે મૃતક આન્યાનાં અંગોનુું જરૂરિયાતમંદ દર્દીઓને દાન અપાયું હોવાની પ્રથમ ઘટના બની હતી.

જિલ્લામાં પ્રથમવાર અંગોને લઇ જવા માટે નવસારી પોલીસ દ્વારા ખાસ બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં માત્ર 42 મીનીટમાં હૃદય નવસારીથી સુરત પહોંચાડ્યું ત્યાંથી વિમાન દ્વારા અમદાવાદ પહોંચાડાયું હતું. 7 ને નવ જીવન આપી ગઈ આન્યા દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ઉજ્જૈન મધ્યપ્રદેશની રહેવાસી 29 વર્ષીય યુવતીમાં અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ડો. ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા તેમજ કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવી રહ્યું છે.