નવસારી : અનેક રાજ્યોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢો ચોર ઝડપાયો

ગ્રીડ પાસેથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ચોરીઓનાં અનેક ગુનાઓમાં સામેલ રીઢા ચોરને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.

New Update
નવસારી : અનેક રાજ્યોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢો ચોર ઝડપાયો

નવસારીનાં ગ્રીડ પાસેથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ચોરીઓનાં અનેક ગુનાઓમાં સામેલ રીઢા ચોરને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.

નવસારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સફળતા પૂર્વક ચાર રાજ્યોમાં 58 ચોરીઓમાં સંડોવાયેલ જીમી નામના ચોરને દબોચી લીધો છે. ચોરની ધરપકડ કર્યા બાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ વિગતો જાહેર કરી હતી. જીમી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં બંધ ઘરોમાં ચોરી કરતો હતો, છેલ્લા 15 વર્ષોમાં આ ચાર રાજ્યોમાં કુલ 58 જેટલી ચોરીની નાની મોટી ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. આરોપી ચોર જીમી ઉર્ફે દીપક શર્માને પકડતા જ નવસારી, ભરૂચ અને તાપી મળી કુલ 6 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. નવસારી LCB પોલીસે NH 48 પર નવસારીના ગ્રીડ પાસેથી દિપક ઉર્ફે જીમીને ઝડપી પાડ્યો છે. અગાઉ 6 મહિના અગાઉ જ નવસારી પોલીસે રીઢા ચોર જીમીને ચોરીનાં ગુનામાં પકડ્યો હતો. આરોપી પાસેથી બાઇક સહિત 7.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ પૂછપરછમાં એકલો ચોરી કરવામાં માહિર જીમી ઐયાશી કરવા ચોરી કરતો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.