નવસારી : શિકારની શોધમાં ઝાડ પર બેઠેલા દીપડાએ યુવતીને ગળાના ભાગેથી દબોચી, યુવતીનું ઘટના સ્થળે મોત…

નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમવાર વન્યપ્રાણીએ માનવ પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

New Update
નવસારી : શિકારની શોધમાં ઝાડ પર બેઠેલા દીપડાએ યુવતીને ગળાના ભાગેથી દબોચી, યુવતીનું ઘટના સ્થળે મોત…

નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમવાર વન્યપ્રાણીએ માનવ પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. ચીખલી તાલુકાના સાદકપોર ગામે દીપડાએ દબોચી લેતા યુવતીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.

મોટાભાગે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી અને જુનાગઢમાંથી અવારનવાર વન્ય પ્રાણીઓએ માનવ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોવાની ઘટના બની છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામે પહાડ ફળિયા ખાતે રહેતી યુવતી છાયા પટેલ મકાનની પાછળ આવેલી વાડીમાં લઘુશંકા માટે ગઈ હતી. જોકે, ઘરની પાછળ ગયેલી દીકરી લાંબા સમય બાદ પણ પાછી ન ફરતાં પરિવારના સભ્યો ચિંતિત બની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. જેને પગલે આજુબાજુના રહીશો બેટરી અને મોબાઈલના સથવારે અંધકારમાં વાડીમાં દોડી આવ્યા હતા. જોકે, શિકારની શોધમાં ઝાડ પર બેઠેલા દીપડાએ લઘુશંકા કરવા ગયેલી યુવતી પર અચાનક હુમલો કર્યો હતો. યુવતીના ગળાને દબોચી શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. વન્યપ્રાણીના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો છે. તો બીજી તરફ, વન વિભાગના અધિકારી અને કર્મચારીઓને ઘટનાની જાણ થતાં સાદકપોર ગામે અલગ અલગ સ્થળે 3 જેટલાં પાંજરાં મુકી દીપડાની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે ચિખલી પોલીસે વન્ય પ્રાણીના હુમલામાં યુવતીનું અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories