-
રાજ્ય સરકાર દ્વારા કુપોષણથી સુપોષણ તરફ વિશેષ અભિયાન
-
ICDS વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
-
સમાજસેવી સંસ્થા અને અગ્રણીઓ દ્વારા સહાય કરવામાં આવી
-
જિલ્લા સહિતના બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
-
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
કુપોષણથી સુપોષણ તરફ રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એક વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટે અભિયાન હાથ ધર્યું હતું. જેમાં નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા મોટા પાયે સફળતા મળી હતી. કુપોષણથી સુપોષણ તરફ લઈ જવા માટે ICDS વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે નવસારી ખાતે બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સમાજસેવી સંસ્થાઓ અને સમાજસેવી અગ્રણીઓની સહાયથી કુપોષણના કલંકને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં નવસારી ખાતે યોજાયેલા દક્ષિણ ગુજરાતના કુપોષણ મુક્ત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલે ICDS વિભાગની કામગીરીને બિરદાવી હતી..