અનાજ કરિયાણાના વેપારી સાથે છેતરપિંડી
અંજીરના ઓર્ડર સામે ખજૂર પધરાવી દીધા
વેપારીએ પૂછપરછ કરતા મળી ધમકી
ભેજાબાજોએ હનીટ્રેપમાં ફસાવવાની આપી ધમકી
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ
નવસારીમાં અનાજ કરિયાણાના વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા,વેપારીને ભેજાબાજોએ અંજીરના બદલામાં ખજૂર મોકલી આપીને 5.53 લાખની છેતરપિંડી કરી હતી,આ ઉપરાંત વેપારીને હનીટ્રેપમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.
નવસારીમાં 40 વર્ષથી અનાજ કરિયાણાનો ધંધો કરતા વેપારી શૈલેષ ગાંધીને કડવો અનુભવ થયો હતો.તેઓએ સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને અંજીરનો સોદો કર્યો હતો.અને 240 દાગીના અંજીરના મંગાવી રૂપિયા 50 હજાર એડવાન્સમાં આપ્યા હતા.વેપારીના ઓર્ડર મુજબ ગાઝીયાબાદથી ખાનગી ટ્રાન્સપોર્ટના માધ્યમથી ઓર્ડર મુજબ માલ મોકલવામાં આવ્યો હતો.જોકે વેપારી દ્વારા પાર્સલ તપાસવામાં આવતા તેમાંથી અંજીરના બદલે ખજૂર નીકળતા વેપારી ચોંકી ઉઠ્યા હતા.અને તેઓને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો,શૈલેષ ગાંધીએ ચૂકવેલા રૂપિયા 5.53 લાખ પરત માંગવામાં આવતા ભેજાબાજોએ તેઓને સોશિયલ મીડિયા પર અશ્લીલ વિડિયો મોકલીને હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.અને વેપારીએ આખરે પોલીસની મદદ લીધી હતી,અને આ અંગે ભેજાબાજો સામે પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે તેઓની ફરિયાદને આધારે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.