/connect-gujarat/media/post_banners/49746228bb699031be98394aaf291b568cadd8bd9823ffabdf31652c237040aa.jpg)
નવસારી જીલ્લામાં જમીન કૌભાંડ પ્રકરણમાં સુરત કોંગ્રેસનાં મહિલા આગેવાનની પોલીસે ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે. જમીન ખરીદીના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે.
સુરત કોંગ્રેસના મહિલા આગેવાન મેઘના પટેલે નવસારીના ચીખલી તાલુકાના માલ્યાધરા ગામે જમીન બાબતે છેતરપિંડી કરી ફરિયાદીને ચૂનો લગાવ્યો હોવાની વિગતો બહાર આવી છે. માલ્યાધરા ગામના મૂળ માલિક દેવાભાઈ લાડ પાસે દસ્તાવેજ કરીને બરોબાર લાખોની છેતરપિંડી કરવામાં આવી હતી આ મામલે ચિખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મેઘના પટેલ અને તેમના બે સાગરીતોની ધરપકડ પણ કરી છે. મેઘના પટેલે મૂળ માલિક સાથે જમીનની કિંમત 90 લાખ ગણી હતી અને શરૂઆતમાં 12.80 લાખ આપીને વૃદ્ધને વાયદાની ગોળીઓ પીવડાવી ને બારોબાર ત્રીજા ઇસમ સાથે સોદો કરીને છેતરપિંડીનો કારસો રચ્યો હતો જો કે ફરિયાદી વિરલે ચીખલી પોલીસને ફરિયાદ કરતા મામલો બહાર આવતા મેઘના પટેલની ધરપકડ કરવામાં આવી છે જો કે તેમના બે સાગરીત સિકંદર અને શૈલેષ શાહ હજી પોલીસ પકડ થી દુર છે.
/connect-gujarat/media/media_files/2025/07/18/aaa-2025-07-18-09-04-54.jpg)