સરકારી શાળામાં ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવાનો હેતુ
LNG પેટ્રોનેટ-દહેજના CSR ફંડમાંથી સેવાકાર્ય કરાયું
3 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ
કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
વિદ્યાર્થીનીઓને શાળાએ જવાના નહીં થાય તકલીફ
સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવાના હેતુસર LNG પેટ્રોનેટ-દહેજના CSR ફંડમાંથી નવસારી ખાતે 3 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સાયકલ વિતરણ કરવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભણે અને એમનું જીવન ધોરણ સુધરે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં આગળ લઈ જઈ દેશનું ભવિષ્ય ઉજવળ બનાવવાના હેતુસર નવસારી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં થઈ રહેલો ડ્રોપ આઉટ રેસીયો ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરેલી સાયકલ વિતરણ પદ્ધતિને પણ આગળ વધારવામાં આવી રહી છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પેટ્રોનેટ કંપની સાથે મળીને CSR ફંડમાંથી 3 હજાર જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને અર્પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યુ હતું કે, સાયકલ વિતરણના કારણે ગ્રામ્ય વિસ્તારની શાળાએ જતી વિદ્યાર્થીનીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે. એટલું જ નહીં, સરકારી શાળાઓના ડ્રોપ આઉટ રેશિયોમાં પણ ઘટાડો થશે. આ સાથે જ ગુજરાતમાં વરસાદી પાણી સંગ્રહની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે. જે સમગ્ર દેશ માટે દિશા સૂચક રહેશે. ઉપરાંત દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કેમ્પ ગુજરાતમાં યોજાયા છે, જે યુવા મોરચાને આભારી હોવાનું તેઓએ જણાવ્યુ હતું.