Connect Gujarat
ગુજરાત

નવસારી: રેલ કોર્પોરેશને વીજ લાઇન નાંખવા પોલીસ બંદોબસ્ત માંગતા ખેડૂતો પોલીસ સ્ટેશને, વળતરની માંગ સાથે નોંધાવ્યો વિરોધ

જિલ્લામાંથી બે મહત્વના પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે જેમાં નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે

X

નવસારી જિલ્લામાંથી બે મહત્વના પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે જેમાં નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને બીજી ધનોરી સબ સ્ટેશન માટે 64 કેવીની લાઈન નાખવા માટે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવતા ગણદેવી તાલુકાના ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

નવસારી જિલ્લામાંથી બે અતિ મહત્વના પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે જેમાં સૌથી અગત્યનો પ્રોજેક્ટ અને વડાપ્રધાનનું સ્વપ્ન એટલે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન જેને માટે રેલ કોર્પોરેશન દ્વારા 220 kv ની લાઈન નાખવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. ગણદેવી તાલુકામાંથી પસાર થનાર આ લાઈન નાખવા માટે ખેડૂતો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે કારણ યોગ્ય વળતર માટે ખેડૂતોને સરકાર તરફથી કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી જેને લઇને ખેડૂતો પોતાની મહામૂલ્ય જમીન આપવા નવીરોધ દર્શાવ્યો છે. વિરોધ વચ્ચે કોર્પોરેશન દ્વારા ગણદેવી પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત માંગવામાં આવતા આજે ખેડૂતોને જવાબ લેવા માટે ગણદેવી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવી અને વિરોધ દર્શાવ્યો હતો.

Next Story