નવસારી:ગણદેવીના ગોડાઉનમાં ભીષણ આગ,અચાનક ભડકો થતા ત્રણ વ્યક્તિઓ જીવતા જ ભૂંજાયા

ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

New Update
  • નવસારીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ

  • ટ્રકમાંથી કેમિકલ બેરલ ખાલી કરતી વેળાએ સર્જાઈ ઘટના

  • અચાનક ભડકો થતા ત્રણ વ્યક્તિઓ જીવતા જ ભૂંજાઈ

  • અન્ય લોકો પણ આગમાં ફસાયા હોવાનું અનુમાન

  • ફાયર લાશ્કરોનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ  

નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોતને ભેટ્યા છે.આ સિવાય અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

નવસારી જિલ્લાના ગણદેવીનાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાંત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ભડકો થતાંની સાથે જ ત્રણ લોકો આગની લપેટમાં આવતાં ત્યાંને ત્યાં જ જીવતા ભૂંજાઈ ગયા છેતેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.આગની ઘટના સામે આવતા જ તુરંત ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું. જોકેઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બીલીમોરગણદેવીનવસારી અને ચીખલીમાંથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે.

ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસારહજુ ત્રણ મજૂર ગોડાઉનમાં ફસાયા હોવાની આશંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા અચાનક આગ લાગી હતી.નીચે પણ ઘણી જગ્યાએ કેમિકલ ઢોળાયું હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

હાલ આગ પર કાબૂ મેળવી ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મૃતદેહોને બહાર કાઢી તેમની ઓળખ કરવામાં આવી રહી છે અને ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે વલસાડની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગણદેવી મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ શરુ કરવામાં આવી છે.

Read the Next Article

પંચમહાલ : ઘોઘંબામાં કોંગ્રેસના નવનિયુક્ત વરણી કાર્યક્રમમાં અમિત ચાવડાએ બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા

New Update

ઘોઘંબામાં યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ

નવનિયુક્ત હોદ્દેદારોની કરાઈ વરણી

અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત

ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકારને ઘેરી

રાજ્ય સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની વરણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ વડોદરાના પાદરા પાસે ગંભીર બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા,અને જણાવ્યું હતું કે આ બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ કોઈ રજૂઆતને ધ્યાન પર લેવામાં આવી નથી.

તેમજ બ્રિજ દુર્ઘટના માટે ગુજરાત સરકાર જવાબદાર હોવાના ગંભીર આક્ષેપ તેઓએ કર્યા હતા,વધુમાં સરકાર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને  રાજીનામુ આપે તેવી માંગ પણ તેઓએ કરી હતી.