Connect Gujarat
ગુજરાત

નવસારી : GIDC નજીક NH નં. 48 પર ટાયર ફાટી જતાં ડમ્પરે મારી પલટી, કોઈ મોટી જાનહાનિ નહીં..!

નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 ઉપર ડમ્પરનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો.

X

નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 ઉપર ડમ્પરનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો.

નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 ઉપર જીઆઇડીસી નજીક ફરી અકસ્માત સર્જાયો હતો. જેમાં નવસારીથી વાપી તરફ જતાં ડમ્પરનું ટાયર અચાનક ફાટી ગયું હતું. જેના કારણે ડમ્પર રોડ સાઈડમરહેલી કાંસ નજીક પલટી મારી ગયું હતું. આ ડમ્પર માટી ભરી નવસારીથી વાપી તરફ જઈ રહી હતી તે દરમિયાન અચાનક ટાયર ફાટતા ટ્રક ડિવાઇડર સાથે અથડાઈ હતી. ડિવાઇડર સાથે અકસ્માત બાદ ડમ્પર નમી જતા તેમાંથી માટીનો જથ્થો ખાલી કરી ડમ્પરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે, અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ, અકસ્માતના કારણે હાઇવે પર સામાન્ય ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

Next Story