નવસારી: "PMJAY"યોજના,ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની સરકારની નીતિ : શક્તિસિંહ ગોહિલ

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત નવસારી ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
Advertisment
  • દ.ગુ.માં કોંગ્રેસના સંગઠન પર્વની શરૂઆત

  • કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ રહ્યા ઉપસ્થિત

  • કોંગ્રેસ નેતાઓની સેન્સ પ્રક્રિયા યોજાઇ

  • કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત કરવાના પ્રયાસ

  • શક્તિસિંહે ભાજપ સરકાર પર આપી તીખી પ્રતિક્રિયા 

Advertisment

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત નવસારી ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંગઠનને મજબૂત કરીને કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસે કમરકસી છે. દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલું કોંગ્રેસનું સંગઠન પર્વ સમગ્ર ગુજરાતમાં લઈ જવામાં આવશે.નવસારી શહેરના ઉમા ભવન ખાતે દક્ષિણ ગુજરાતના નેતાઓને મળીને સંગઠનને મજબૂત કરવા માટેની રણનીતિ શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ,રાજ્યસભા સાંસદ મુકુલ વાસ્નીક,ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અમિત ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,અને નવસારી જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ સાથે  સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા વિચારણા કરી હતી.

આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંગઠન કઈ રીતે મજબૂત કરી શકાય તેના માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.અને અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે,ત્યારે આંદોલનને લોકો સુધી લઈ જઈશું.તેમજ શક્તિસિંહે PMJAY યોજના અંગે પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી,અને કહ્યું હતું કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની ભાજપ સરકારની નીતિ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

જ્યારે સંગઠન પર્વ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ  આંબેડકરના અપમાન બદલ ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજીને ઉગ્ર આંદોલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.વધુમાં આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સામે એક્શન લઈને કાર્યવાહી કરવી જોઈએ,એના બદલે એમને સંરક્ષણ પૂરું પાડી રહ્યા હોવાનું રાજ્યસભા સાંસદ મુકુલ વાસ્નીકે જણાવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા આયોજિત સંગઠન પર્વ નિમિતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.અને જણાવ્યું હતું કે પ્રજા મોંઘવારીમાં પરેશાન થઇ રહી છે,ત્યારે મોંઘવારીના વધારા સાથે હોસ્પિટલોમાં ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે,અને ડો.બાબાસાહેબ આંબેડકરનું પણ અપમાન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે,ત્યારે આવનાર સમયમાં આંદોલનને લોકો સુધી લઈ જવા માટે પણ રણનીતિ ઘડવામાં આવશે.

 

Latest Stories