નવસારી: ચીખલીના ખૂંધ ગામમાંથી જુગાર રમતા સરપંચ સહિત 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં જુગાર રમતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને રોકડ તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 95 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

New Update

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં જુગાર રમતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને રોકડ તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 95 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પોલીસને મળી હતી.જે બાતમીને આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા જુગારીયાઓમાં  ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા સંજય કોળી પટેલ,હિરલ પટેલ,સુરેશ હળપતિ,તેમજ આલીપોર ગામના સરપંચ નરેશ નાયકા પટેલની પોલીસે ધરપકડ કરી હતી.પોલીસે રોકડ રૂપિયા મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ 95 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસના દરોડા પડતા જ વિજય ઝોમઘાડે અને ઉત્તમ પટેલ ભાગી ગયા હતા.પોલીસે આ બંને આરોપીઓને  વોન્ટેડ જાહેર કર્યા હતા.વોન્ટેડ આરોપીની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 
Latest Stories