નવસારી: મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ઉમેરવાનું કૌભાંડ ઝડપાયું,SOGએ ચાર આરોપીની કરી ધરપકડ

નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારના અવાવરું જગ્યામાં મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો,જોકે SOG પોલીસે આ ચોરીનો પર્દાફાશ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી.

New Update
  • મધર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરીનું કૌભાંડ

  • જૂનાગઢની મધર ડેરીથી ટેન્કર મુંબઈ જતું હતું

  • SOGએ કર્યો દૂધ ચોરીનો પર્દાફાશ

  • પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ

  • આરોપીઓ દૂધ ચોરી કરીને ટેન્કરમાં ભરતા હતા પાણી

નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારના અવાવરું જગ્યામાં મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો,જોકે SOG પોલીસે આ ચોરીનો પર્દાફાશ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી.

નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અવાવરું વિસ્તારમાં રાત્રીના સમયે  જુનાગઢ મધર ડેરીના દુધના ટેન્કરના ચાલક તથા ક્લીનર તેમજ નવસારીનાં બે પશુપાલકોએ એકબીજાની મદદગારીથી ટેન્કરમાંથી દુધની ચોરી કરતા હતા.જે અંગેની મળેલી બાતમીને આધારે SOGની ટીમે રેડ કરી હતી,પોલીસની રેડમાં દૂધના ટેન્કરમાંથી આરોપીઓ ચાલાકી પૂર્વક દૂધની ચોરી કરીને અન્ય નાના ટેન્કરમાં ભરીને વેચવાના ઇરાદે ચોરી કરી રહ્યા હતા.SOGની ટીમે ટેન્કર ચાલક સહિત ચારની અટક કરી હતી. 

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા દૂધના ટેન્કરને લગાડેલા તાળાનું સીલ તોડીતાળુ ચાવી વડે ખોલી ટેન્કરમાં પ્લાસ્ટીકનો પાઇપ નાખી અન્ય ટેન્કરમાં 200 લીટર દૂધ રૂપિયા 8000નુ ભરી ચોરી કરતા હતા,અને ટેન્કરમાં પાણી ભરી દેતા હતા,પોલીસે દૂધના ટેન્કર ચાલક ફઝર મહમદ મન્સૂરી,અને ક્લીનર સમીરખાન ચૌધરી,કિરણ અર્જુનભાઈ ભરવાડઅર્જુન નગાભાઇ ભરવાડને રંગેહાથ ઝડપી લઇ  તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરી રૂપિયા 12 લાખ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે.

Latest Stories